• મંગળવાર, 19 મે, 2026

ભુજ : સોશિયલ મીડિયાથી ઠગાઇનો પ્રયાસ કરતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 18 : શહેરની જથ્થાબંધ માર્કેટથી દીનદયાળ સર્કલ જતા રોડ પર દુકાન પાસેથી વોટસએપ અને ફેસબુકથી 500ની નોટના વીડિયો બનાવી એકના ચારગણાની લાલચ આપી ઠગાઇનો પ્રયાસ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. ગઇકાલે બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે આરોપી ઇમરાન ઉર્ફે નીલભા કાસમ સુમરા (રહે. મસ્જિદ પાસે, ગીતા માર્કેટ, ભુજ)ને ઝડપી તેની પાસેનો મોબાઇલ ચકાસતાં તેમાં 500ની ચલણી  નોટના વીડિયો અપલોડ કર્યા હતા. એકના ચારગણાની લાલચ આપી ફેસબુક અને વોટસએપના માધ્યમથી સંપર્ક કરી પોતાની ઓળખ વિજય સોની તરીકે આપી હતી. છેતરપિંડીના પ્રયાસ બદલનો ગુનો આરોપી ઇમરાન વિરુદ્ધ નોંધી તેની અટક કરી હતી.

Panchang

dd