• મંગળવાર, 19 મે, 2026

રામકથા શરીર અને આત્માનું ચરણામૃત

વિથોણ (તા. નખત્રાણા) તા. 18 : રામકથા શરીર અને આત્માનું ચરણામૃતછે. આ ચરણામૃત રામનું હોય કે સદ્ગુરુનું બંને તારણહાર હોવાનું વ્યાસપીઠ પરથી વક્તા 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું. મોરજરના પુંજલદાદા આશ્રમ ખાતે પૂજ્ય દિલીપરાજા કાપડીના સંતસાંનિધ્યમાં ચાલી રહેલી કથામાં મેકરણદાદા પરંપરાના સંતોની ઉપસ્થિતિથી આશ્રમ પરિસર પાવન બન્યું હતું. આ અવસરે મહામંડલેશ્વર રાજેન્દ્રબાપુ (માનવસેવા આશ્રમ-રાપર), મહેશભાઈ ભટ્ટ (ભાગવતાચાર્ય), મહંત અવિનાશદાસબાપુ (રાપર), ભાવેશ મહારાજ (ઝરપરા), જયામા (અંગીઆ), ચંદુમા અંબેધામ (ગઢશીશા) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામકથાના મુખ્ય યજમાનો તેજાભાઈ રમાભાઈ કાનગડ (પ્રમુખ, કચ્છ પાટણ આહીર સમાજ), માતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ (ગાંધીધામ), શ્રી રામ ગ્રુપ-વાસણભાઈ ગોપાલભાઈ આહીર (પૂર્વ રાજ્યમંત્રી) (રતનાલ), સ્વ. જમનાબેન રાઘાભાઈ કાનગડ (નીલકંઠ ગ્રુપ - ગાંધીધામ) તેજાભાઈ મેમાભાઈ આહીર પરિવાર (ગાંધીધામ - ટી. એમ. સોલ્ટ), શિવજીભાઈ કરશનભાઈ ડાંગર (ભુજ), રાણાભાઈ રવાભાઈ ડાંગર (ધાણેટી), ચારણ જીનામ ગ્રુપ (ઝરપરા), ખાટરિયા પરિવાર (આંબાપર), સમસ્ત મોરજર ચારણ સમાજે દાનની સરવાણી વહેવડાવી છે. વ્યાસપીઠ ઉપરથી વક્તા કનકેશ્વરી માતાએ જણાવ્યું કે, રામાયણ ત્યાગ અને સર્મપણનો માર્ગ બતાવે છે. રામકથાના પ્રસંગો જીવનમાં ઉતારવાથી શરીરની સાથે આત્માનું શુદ્ધીકરણ થાય છે. નિયમિત સત્સંગ કરવાથી સદગુરુની કૃપા વરસતી રહે છે. તેમણે જણાવ્યું કે, રામદરબાર જીવન જીવવાની શીખ આપે છે. પુંજલદાદા આશ્રમની તપોભૂમિ જ્યાં સંતોએ સાધના કરી પરમ તત્ત્વ પ્રાપ્ત કર્યું છે તે પાવન ભૂમિ ઉપર કથારૂપી ભક્તિ કરવી એ અમારું અહોભાગ્ય છે. મેકરણદાદાની પરંપરાને જીવંત રાખવા અહીં સંતોએ ત્યાગ તપ અને સર્મપણ કર્યું છે તેમણે વર્તમાન સંત પૂ. દિલીપરાજા કાપડીની સદગીની નોંધ લીધી હતી. કથાના અવસરે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, મમુભાઈ આહીર, ડો. શાંતિભાઈ સેંઘાણી, વેલજીભાઈ આહીર (કિસાન લોજ), ભરતભાઈ સોમજિયાણી, નારાયણ જોષી (કારાયલ) વિગેરે કથાયજ્ઞમાં આહુતિ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કથાનાં આયોજનને સફળ બનાવવા આહીર સમાજના ગામોના યુવાનો અને બહેનો સેવામાં શ્રમદાન આપી રહ્યા છે. મોહનભાઈ, જયંતીભાઈ, પ્રેમજીભાઈ, ધનાભાઈ આહીર, રાજેશભાઈ, ચંદુભાઈ, મોરજરના ગઢવી સમાજના યુવાનો, લાઈટની વ્યવસ્થા સંભાળતા નરસીભાઈ ગઢવી તેમજ અનેક સેવાના ભેખધારીઓનો સહયોગ મળી રહ્યો છે. કથાના બીજા દિવસે દેવરાજ ગઢવી (નાનો ડેરો), શ્યામ ગઢવીએ સંતવાણી રજૂ કરી હતી. મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા.

Panchang

dd