નવી
દિલ્હી,
તા. 18 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ મુદ્દે
ચાલી રહેલી પરોક્ષ વાતચીત વચ્ચે યુએઈમાં પરમાણુ વીજમથક ઉપર થયેલા મોટા હુમલા પછી
ભારતે પણ પ્રતિક્રિયા આપતાં ભારે નારાજગી દર્શાવીને આકરા શબ્દોમાં આવા હુમલાની
આલોચના કરી છે. ભારતે કહ્યું છે કે, આ પ્રકારનાં
હુમલા કોઈપણ હિસાબે મંજૂર ન હોઈ શકે. ભારતીય વિદેશ મંત્રાલયે આજે એક અધિકૃત નિવેદન
જારી કરીને આ હુમલા ઉપર ઉંડી ચિંતા પ્રગટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે,
યુએઈમાં બરાક પરમાણુ કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવેલો ડ્રોન
હુમલો બેહદ ચિંતાજનક છે. આવી હરકતો સ્વીકાર્ય નથી. આનાથી તનાવ ખતરનાક સ્તરે જઈ શકે
છે. અમે તમામ પક્ષકારોને જલ્દી સંયમ વર્તવા અને વાતચીત, કૂટનીતિનાં
રસ્તે પરત ફરવાની અપીલ કરીએ છીએ. આ હુમલાથી યુએઈ પણ ભડક્યું છે અને તેને આતંકવાદી
કૃત્ય ગણાવ્યું છે. યુએઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ
પ્રકારની ઉશ્કેરણી વિના કરવામાં આવેલા આ હુમલા પછી યુએઈ પાસે પણ આનો જવાબ આપવાનો
અધિકાર છે.