• મંગળવાર, 19 મે, 2026

સૂર્યવંશીના બેટમાંથી રનધોધ અવિરત : છગ્ગાનો વિક્રમ કર્યો

નવી દિલ્હી, તા. 18 : વન્ડર બોય વૈભવ સૂર્યવંશી 1પ વર્ષની વયે એક પછી વિક્રમ બનાવી રહ્યો છે. આઇપીએલમાં તેના બેટમાંથી સતત ચોક્કા-છક્કાનો ધોધ વહી રહ્યો છે. રવિવારની મેચમાં પણ તેણે દિલ્હીના આફ્રિકી બોલર એનગિડીના પહેલા દડે સિક્સ ફટકારી હતી. આઇપીએલની ટૂંકી કેરિયર દરમિયાન વૈભવે આઠમીવાર પોતાની ઇનિંગના પહેલા દડે છક્કો લગાવ્યો છે. આ ઉપરાંત આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ 43 છક્કા ફટરકારો તે ભારતીય બેટધર બની ગયો છે. તેણે અભિષેક શર્માના 42 છક્કાનો રેકોર્ડ તોડયો છે. આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ છક્કા ફટકારના ઓવરઓલ ખેલાડીઓમાં ક્રિસ ગેલ ટોચ પર છે. તેણે 2012ની સીઝનમાં પ9 છક્કા ફટકાર્યા હતા. આઇપીએલની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને વૈભવે 12 મેચમાં 468 રન કર્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે.

બેટર    છક્કા    વર્ષ

ક્રિસ ગેલ          9       2012

આંદ્રે રસેલ       2       2019

ક્રિસ ગેલ          1       2013

જોસ બટલર     4       2022

ક્રિસ ગેલ          44        2011

વૈભવ સૂર્યવંશી            43        2026

અભિષેક શર્મા  42        2024 

Panchang

dd