• મંગળવાર, 19 મે, 2026

ઇટાલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં યાનિક સિનર ચેમ્પિયન

રોમ, તા.18: ઇટાલીનો વિશ્વ નંબર વન ખેલાડી યાનિક સિનરે ઇટાલિયન ઓપન જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે 1976માં એડ્રિયાનો પનાટા બાદ આ ખિતાબ જીતનારો ઇટાલીનો પહેલો ખેલાડી છે. ફાઇનલમાં યાનિક સિનરનો વિશ્વ નંબર 23 નોર્વેના ખેલાડી કાસ્પર રૂડ વિરુદ્ધ 6-4 અને 6-4થી વિજય થયો હતો. આ સાથે જ સિનરે ઉપરાઉપરી 6 એટીપી માસ્ટર્સ-1000 ટાઇટલ જીત્યા છે. આ વર્ષે રમાયેલ તમામ માસ્ટર્સ-1000 ખિતાબ સિનરે જ જીત્યા છે. સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ બાદ સિનર એટીપી ઇતિહાસમાં કેરિયર ગોલ્ડન માસ્ટર્સ પૂરા કરનારો વિશ્વનો ફકત બીજો ટેનિસ ખેલાડી છે. 24 વર્ષીય ઇટાલીના ખેલાડી સિનરની નજર હવે ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનનું ટાઈટલ કબજે કરવા પર છે. જયાં ગત વર્ષે રસાકસી બાદ ફાઇનલમાં તેનો કાર્લોસ અલ્કરાજ સામે પરાજય થયો હતો. ઇજાને લીધે અલ્કરાજ ફ્રેંચ ઓપનમાંથી ખસી ગયો છે.

Panchang

dd