માંડવી,
તા. 18 : મૂળ માંડવીના હાલે
રાજકોટ રહેતા રૂપસેનભાઈ વીરસેન શાહે રા. 10 લાખનો
ચેક પરત થવા અંગે રસીકલાલ વેરશી સાવલા (કાંદાવાડી, ગીરગાઉ મુંબઈ) વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં તા. 1/ર/ર0ર1 ના ફરીયાદ કરી હતી. જેમાં મેજિસ્ટ્રેટ અનવર મીયા શેખે
આરોપી રસીકલાલ વેરશી સાવલાને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સઝ તેમજ ફરીયાદીને
ચેકની રકમથી દોઢી રકમનું વળતર દિવસ 60 માં
ચૂકવી આપવા તથા બીન ઝમીનલાયક વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરીયાદી તરફે વકીલ તરીકે (પાર્ટી ઈન પર્સન) પોતે
રૂપસેનભાઈ વીરસેનભાઈ શાહ (માંડવીવાળા)એ રજૂઆતો અને દલીલો કરી હતી.