કુકમા (તા. ભુજ), તા. 18 : કુકમા જૂથ ગ્રામ
પંચાયતના મળતિયાઓ દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરી મોટા પાઈપો દ્વારા પાણીનું
વિતરણ કરી ગેરરીતિ કરવામાં આવી રહી હોવાથી ગામની સામાન્ય પ્રજાને ન્યાય અપાવવા માંગ
કરાઈ છે. અરજદાર પુનિત પલણે ગામના તલાટીને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર એક તરફ ગામવાસીઓ
પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતના મળતિયાઓ દ્વારા ગામની સીમમાં આવેલી સરકારી જમીન
પર ગેરકાયદે દબાણ કરી પાકી કોલોની બનાવી આર્થિક લાભ મેળવવાની તજવીજ કરી રહ્યા છે અને
તેમાં પાણીની ગેરકાયદે લાઈન પણ પહોંચાડી દેવાઈ છે. ઉપરોક્ત બાબતે તપાસ કરી જવાબદારો
સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.