મુંદરા, તા. 18 : અહીં ગિરિનારાયણ
બ્રાહ્મણ જ્ઞાતિના ઇષ્ટદેવ રાધા દામોદરજીનો પાટોત્સવ તાજેતરમાં જ્ઞાતિની પરંપરા મુજબ
ઉત્સાહભેર ઊજવાયો હતો. જ્ઞાતિની બ્રહ્મપુરી મધ્યે આવેલી રાધા દામોદરજીની હવેલીમાં મંગલા
કેસર સ્નાનનાં દર્શનથી દિવસ દરમ્યાન પુષ્ટિ માર્ગની પરંપરા મુજબ પલના શ્રીંગાર, રાજભોગ, આરતી
વગેરેનાં દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો. જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા દામોદર સ્તુતિનું
સમૂહ ગાન કરાયું હતું. સાંજે યોજાયેલા ભક્તિ સંગીતમાં હવેલી સંગીતથી વાતાવરણ ભક્તિમય
બન્યું હતું. જ્ઞાતિના સુનિલ ભટ્ટના સંયોજનમાં રામકૃષ્ણ પુરોહિત, ધારાબેન અધિકારી, વાણી અધિકારીએ ભક્તિરસ પીરસ્યો હતો.
અલ્કાબેન, યામિનીબેન, બિજલબેન, આશાબેને સાથ આપ્યો હતો. રાજુ જાની અને કેદાર જોશીએ સહયોગ આપ્યો હતો. જ્ઞાતિ
દ્વારા પ્રસંગ ઊજવવામાં કાયમી દાતાઓમાં આ વર્ષમાં નોંધાયેલ દાતાઓનું સન્માન કરાયું
હતું. તેજસ અશ્વિનભાઈ અધિકારી દ્વારા રૂા. 51000 તથા માયાબેન ભાનુશંકર જાની પરિવાર તરફથી રૂા. 51000, નિર્મળાબેન
હીરાલાલ વ્યાસ પરિવારના અશોક વ્યાસ દ્વારા રૂા. 25000નો પાટોત્સવના કાયમી ફંડમાં સહયોગ અપાયો હતો. સમગ્ર
કચ્છમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન અધિકારી, અશ્વિન અધિકારી, મનીષ વ્યાસ, અશ્વિન જાની, મુંજાલ
જાની, રાજુ ભટ્ટ, નરેશ ભટ્ટ, અશોક અધિકારી, કમલેશ ભટ્ટ, તેજસ
અધિકારી, યામિનીબેન વ્યાસ વિ. ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા ગિરિનારાયણ
બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત પ્રસંગમાં જ્ઞાતિના પ્રમુખ જજ્ઞેશ ભટ્ટના નેતૃત્વમાં
કારોબારીના અશોક વ્યાસ, શ્રીકાંત વ્યાસ, સ્નેહલ વ્યાસ, સમીર અધિકારી, હેમાંશુ
ઠાકર, કલ્પના વ્યાસ, હીના જાની,
શૈલેષ ભટ્ટ, મુકેશ ભટ્ટ, યુવા મંડળના હિતાર્થ વ્યાસ, હેત ભટ્ટ, ભૌમિલ જાની, સૌમ્ય અધિકારી વિ.એ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું
સંચાલન રાહુલભાઈ જાનીએ કર્યું હતું.