• મંગળવાર, 19 મે, 2026

ગાંધીધામમાં જૂની કોર્ટ-શિવાજી પાર્ક રોડનું કામ નબળું થતું હોવાના આક્ષેપો

ગાંધીધામ, તા. 18  : ગાંધીધામમાં જુનીકોર્ટ રોડ તથા શિવાજી પાર્ક બગીચા રોડનું ડામરનું કામ અત્યંત નબળી ગુણવત્તાનું થતું હોવાના ગંભીર આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનરની બદલી પછી દેખરેખનો અભાવ છે.જેના કારણે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામગીરી કરી રહ્યા છે અને કામ નબળું થઈ રહ્યું છે.નમૂના લઈને તપાસ કરાવવાની માંગ ઉઠી છે.ચોમાસા દરમિયાન માર્ગની સ્થિતિ કથડે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે.  ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીની બદલી પછી કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયારિંગ વિભાગ ઘેલમાં છે અને હાશકારો અનુભવ્યો છે. પરંતુ કમિશનરની બદલી શહેરીજનો અને ગાંધીધામના વિકાસ માટે યોગ્ય નથી. અહીં આઈએએસ કમિશનરની જ જરૂરિયાત છે તો જ જે ગતિથી વિકાસ થઈ રહ્યો છે તે જળવાઈ રહેશે નહીંતર રાજકીય હુસા તુષી અને ટકાવારીના ખેલમાં તત્કાલીન સમયની નગરપાલિકા વખતે જે સ્થિતિ શહેરની હતી તે જ આવીને ઉભી રહેશે તેવી ભીતિ જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલના સમયે જે ડામરના માર્ગોના કામો થઈ રહ્યા છે.તેમાં કમિશનરની કમી વર્તાઈ રહી છે. શહેરના ટાગોર રોડથી જુનીકોર્ટ થઈને જુના પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે અહીં ફૂટપાથની સાથે સાથે ડામરનું કામ થાય છે જેની ગુણવત્તા સામે જાગૃત નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે તો શિવાજી પાર્ક બગીચા વાળા માર્ગ નું કામ નબળી ગુણવત્તાનું થતા હોવાના આક્ષેપો છે અહીં જે ડામર પથરાયો છે તે જોતાં જ લોકો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. હાલના સમય મ્યુનિસિપલ કમિશનર નથી બંને ડેપ્યુટી કમિશનરો કામગીરી ઉપર નજર રાખે અને ગુણવત્તા યુક્ત કામો થાય તે દિશામાં કાર્યવાહી કરે તેવી માંગ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.

એન્જિનિયરો કોન્ટ્રાક્ટર પાસેથી ફોટા મંગાવતા હોવાની ચર્ચા

જૂનીકોર્ટ રોડ ઉપર ડામરનું કામ ચાલુ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે તેમજ દિવસ દરમિયાન કામો થાય છે તેની ઉપર એન્જાનિયરોની દેખરેખ નો અભાવ છે કોન્ટ્રાક્ટરો પાસેથી કામગીરી ના ફોટા મંગાવીને રિપોર્ટ કરાતો હોવાની ચર્ચા છે ખરેખર 14 એન્જાનિયર છે તેની માર્ગોની કામગીરીમાં દેખરેખ રાખવાની જવાબદારી છે.પરંતુ આવું ન થતું હોવાનો ગણગણાટ છે.અધિકારીઓ સમીક્ષા કરીને પગલા ભરે તે જરૂરી છે.

Panchang

dd