• શુક્રવાર, 20 માર્ચ, 2026

વિરાણીને નખત્રાણા સાથે જોડતા માર્ગે કચરાના ઢગ, ભૂંડનાં ઝુંડ સમસ્યા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 19 : આ ગામના નખત્રાણાને જોડતા રસ્તા પર વસવાટ કરતાં ભૂંડનાં ઝુંડો ઉપરાંત એઠવાડ તેમજ અન્ય સામગ્રીનો કચરો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. પાળતુ પ્રાણીઓ રસ્તા પર જતાં વાહનો સાથે અથડાતા રહેવા સાથે આ સમગ્ર સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નાની બન્ની વિસ્તાર, ધામાય વિસ્તાર, પાવરપટ્ટી વિસ્તારની રોજની અવર-જવરથી આખો રસ્તો જીવંત રહેતો હોવાથી અકસ્માતનો ભય રહે છે તેવી ફરિયાદો ઊઠી છે. નખત્રાણા નગરપાલિકા દ્વારા અખાદ્ય કચરો તેમજ સ્વચ્છતા રહે તે માટે કડક પગલાં ભરાય તેવી  સ્થાનિક  લોકોની રજૂઆત છે. 

Panchang

dd