ગાંધીધામ, તા. 19 : પૂર્વ કચ્છ પોલીસે કબરાઉ અને
વરસામેડીમાં દારૂ અંગેની કાર્યવાહી કરી રૂા. 36,495નો દારૂ જપ્ત કર્યો હતો, જેમાં એક આરોપી ઝડપાયો હતો જ્યારે ત્રણ હાથમાં આવ્યા નહોતા. કબરાઉમાં રહેનાર
ધર્મેશ જીતુ કાંઠેચા નામનો શખ્સ મકાનમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મકાનમાંથી ધર્મેશની અટક કરી અહીંથી રોયલ સ્ટેગ 180 એમ.એલ.ના 65 ક્વાર્ટરિયા કિંમત રૂા. 21,125નો દારૂ જપ્ત કરાયો હતો. આ
દારૂ તે કુંભારડીના સાગર ગિરીશ સથવારા પાસેથી લઇ આવ્યો હતો. વધુ એક કાર્યવાહી અંજારના
વરસામેડી બાગેશ્રી નગર-1 મકાન નંબર-43-બી પાસે કરાઇ હતી. કાના વેલા
બઢિયા માટે દારૂ વેચતો બુદ્ધુ વિશાલ જયપ્રકાશ પટેલ મોપેડ નંબર જી.જે. 39 એચ. 4386 પર બેસીને દારૂ વેચી રહ્યો
હતો. પોલીસ આવતાં તે સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. આ વાહન તથા મકાન પાસે થેલામાંથી
ટુબોર્ગના 16 ટીન, કિંગફિશરના 20 ટીન, વ્હાઇટ લેસ વોડકાના 25 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 15,370નો દારૂ જપ્ત કરાયો હતો, પણ બંને આરોપી હાથમાં આવ્યા નહોતા.