• શુક્રવાર, 20 માર્ચ, 2026

મોદીની 24 કલાકમાં ચાર દેશ સાથે ચર્ચા

નવી દિલ્હી, તા. 19 : પશ્ચિમ એશિયામાં વધેલી તાણ વચ્ચે વૈશ્વિક કૂટનીતિક પહેલ તેજ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકમાં ચાર દેશના વડાઓ સાથે વાત કરી હતી. મોદીએ ગઇકાલે બુધવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ હમદ અલ-મુબારક અલ સબાહ સાથે વાત કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં સાથે પણ ફોન પર વાત કરતાં મોદીએ પશ્ચિમ એશિયામાં તાણ ઘટાડવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક સાથે વાતચીતમાં તેમને ભાઇ તરીકે સંબોધન કર્યું હતું. બંને નેતાએ સંવાદ અને કૂટનીતિ દ્વારા શાંતિ સ્થાપવાની જરૂરિયાત પર સહમતી બતાવી હતી. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે પણ મોદીએ મધ્ય-પૂર્વમાં યુદ્ધથી ચિંતાજનક સ્થિતિ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ઓમાનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાના ભંગની ટીકા કરી હતી. ભારતીયોની સુરક્ષિત વાપસીમાં ઓમાનની ભૂમિકાને મોદીએ વખાણી હતી. 

Panchang

dd