ભુજ, તા. 19 : કચ્છમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્ર
દિવસે ને દિવસે વિકાસ તરફ દોટ મૂકી રહ્યું છે, જેનું સીધું પ્રતિબિંબ દસ્તાવેજ નોંધણીના આંકમાં સતત થતા વધારા પરથી દેખાઈ
રહ્યું છે. ગયાં વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં વિક્રમી સંખ્યામાં દસ્તાવેજ નોંધણી
થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ગયાં વર્ષે 15 માસના ગાળામાં
એક લાખથી વધુ દસ્તાવેજની નોંધણી થયા બાદ આ વર્ષે પણ લાખેણી સંખ્યામાં દસ્તાવેજ નોંધાય
તેવું આંકડાકીય વલણ પરથી પ્રતિપાદિત થતું જોવા મળી રહ્યું છે. - ગત વર્ષનો વિક્રમ આ વખતે તૂટી શકે 2024-2પના નાણાકીય વર્ષમાં 60,000 સાથે 15 માસમાં એક લાખથી વધુની સંખ્યામાં
વિક્રમી દસ્તાવેજ નોંધાયા હતા. ગત વર્ષે સર્જાયેલો વિક્રમ આ વખતે તૂટી શકે છે. જાન્યુઆરીથી
ડિસેમ્બર-2પના ગાળામાં કચ્છમાં 86,6પ1 દસ્તાવેજ નોંધાઈ ચૂક્યા છે. એ જોતાં આ વખતે
દસ્તાવેજ નોંધણીનો આંક લાખોની સંખ્યાના આંકને વટાવી ગયો હશે. દસ્તાવેજ નોંધણી ફી પેટે
પ32 કરોડની આવક પણ થઈ ચૂકી છે.
- દસ્તાવેજ નોંધમાં ચાર તાલુકાનું
પ્રભુત્વ : કચ્છમાં થતી દસ્તાવેજ નોંધણીમાં દર વર્ષે
ચાર તાલુકાનું પ્રભુત્વ જોવા મળતું હોય છે, તો પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાને બાદ કરતાં બાકી રહેતા સાત તાલુકામાં કુલ દસ્તાવેજના
9પ ટકા લેખેની નોંધ થાય છે. ભુજ, ગાંધીધામ, અંજાર અને મુંદરા
દસ્તાવેજ નોંધણીમાં સતત અગ્રસર રહ્યા છે. - ગયાં વર્ષે હતો જંત્રીનો પ્રભાવ : ગયાં વર્ષે
વિક્રમી દસ્તાવેજ નોંધણીની પાછળ જંત્રીનું, પરિબળ કારણભૂત હતું. સરકાર જંત્રીમાં ભાવવધારો કે તે પૂર્વે જૂના જંત્રી દર
મુજબ દસ્તાવેજ નોંધાવવા માટે લોકોએ દોટ મૂકી હતી. આ વર્ષે રીઅલ એસ્ટેટ માર્કેટમાં વધતાં
રોકાણનો પ્રભાવ દખાઈ રહ્યો છે. ગયાં વર્ષે ઓનલાઈન ટોકન અપાયા બાદ દસ્તાવેજ નોંધણી માટે
પાંચથી છ દિવસનું વેઈટિંગ જોવા મળતું હતું. આ વખતે દસ્તાવેજ નોંધણીના આંકમાં વૃદ્ધિ
છતાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું નથી.