ગાંધીધામ, તા. 19 : દેશના પ્રથમ હરોળના મહાબંદર દીનદયાલ પોર્ટ ઓથોરિટીના બે મેગા
પ્રોજેક્ટ પૈકી તુણા ખાતે ડીપી વર્લ્ડ દ્વારા મેગા કન્ટેનર ટર્મિનલનુ નિર્માણ ચાલી
રહ્યું છે. પોર્ટને રસ્તાની મજબૂત કનેક્ટિવિટી માટે કેન્દ્રના શાપિંગ મંત્રાલય દ્વારા
તુણા ટેકરા ખાતે રોડ ઓવરબ્રિજ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજનાથી ટ્રાફિકનું
પરિવહન ઝડપી બનશે. તુણા પોર્ટ ખાતેના ભાવિ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ તૈયાર
કરવામાં આવ્યો છે. - પોર્ટ આધારિત
વિકાસ મજબૂત બનશે : આ અંગે જાણવા
મળતી વિગતો મુજબ કેન્દ્રીય શાપિંગ મંત્રાલય દ્વારા 472 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ
સોનોવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં
ભારતનું સામુદ્રિક ક્ષેત્ર પરિવર્તનકારી તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ પરિયોજનાથી
પોર્ટ આધારિત વિકાસકાર્ય મજબૂત બનશે અને લોજિસ્ટિક ક્ષમતામાં સુધાર આવશે તેવો આશાવાદ
વ્યક્ત કર્યો હતો. આ પૂર્વે મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં આયોજિત બેઠક દરમિયાન આ પ્રકલ્પનું મૂલ્યાંકન કરવામાં
આવ્યું હતું. દીનદયાલ પોર્ટ હસ્તકના તુણા પોર્ટ ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ આકાર પામી
રહ્યું છે, જેની વાર્ષિક ક્ષમતા 2.19 મિલિયન ટી.ઇ.યુ.સ છે. તદુપરાંત મલ્ટિપર્પઝ કાર્ગો જેટીનું પણ નિર્માણ
થઈ રહ્યું છે. જેની ક્ષમતા 18.33 મિલિયન મેટ્રિક
ટન પ્રતિ વર્ષ છે. આ બંને પ્રકલ્પ માટે રસ્તાની મજબૂત કનેક્ટિવિટીને ધ્યાનમાં લઈને
આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. - પોર્ટનાં સંચાલનમાં ઝડપ આવશે : આ આરઓબીનું
કામ પૂર્ણ થયા બાદ લોજિસ્ટિક ટન એરાઉન્ડ સમયમાં મહત્તમ ઘટાડો થશે તેમજ બંદરનાં સંચાલનમાં પણ ઝડપ આવશે. તુણા ટેકરા કન્ટેનર ટર્મિનલ
કાર્યરત થાય તેની સાથે જ આ આરઓબીનું કામ પણ પૂર્ણ
થાય તે મુજબ કામગીરી કરાશે. અત્રે ઉલ્લેખનીય
છે કે મેગા કન્ટેનર ટર્મિનલનું કામ 45 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. આપણી યોજના થકી માલ પરિવહન સરળ
બનશે. તેમજ રેલમાર્ગ અને ટ્રાફિકજામના પડકારોનો પણ ઉકેલ આવશે. ખાસ કરીને હેવી ડ્યુટી
પોર્ટ ટ્રાફિકનું સંચાલન કરવામાં આ પરિયોજના મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો આશાવાદ
વ્યક્ત કરાઈ રહ્યો છે. - પરિયોજના
પહેલી ટાઈમ ઇન્ડિયા વિઝન અંતર્ગત : આ પરિયોજના મેરીટાઈમ
ઇન્ડિયા વિઝન 2030 અને મેરીટાઇમ
અમૃતકાલ વિઝન 2047 આધારિત સરકારના સમુદ્રી રોડમેપને
અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. દરમિયાન વધુમાં મળતી વિગતો મુજબ આઈ.પી.આર.સી.એલ. દ્વારા
આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા આગામી દિવસોમાં જ હાથ ધરાશે. આરઓબીના
નિર્માણ અંતર્ગત ગ્રીક ઉપર પુલ વિસ્તારની ક્ષમતા અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે
દસ વર્ષની અવધિ સુધી પુલની જાળવણી સહિતની જોગવાઈઓ રાખવામાં આવી છે.