ભુજ, તા. 18 : શુક્રવારના 20 માર્ચના વિશ્વ ચકલી દિવસની
ઉજવણી થવાની છે ત્યારે કચ્છમિત્ર દ્વારા ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે.
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કચ્છમિત્ર દ્વાર એક અનોખી સ્પર્ધા મારું આંગણું ચકલીનું સરનામુંનું
આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનારાઓને કચ્છમિત્ર ગ્રીન સિટીજન એવોર્ડથી
સન્માનિત કરવામાં આવશે. આપણે ચકલીના સાચા મિત્ર બનીએ તેવા શુભ આશય સાથે યોજાનાર કાર્યક્રમ
અંતર્ગત ચકલીઘર અને પાણીના કુંડાને નિ:શુલ્ક વિતરણ અલગ અલગ સ્થળે કરવામાં આવશે. ગ્રીન
સિટીજન એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ ટ્રાન્સફોર્મશન કરનાર દરેક સ્પર્ધકને કચ્છમિત્ર ગ્રીન
સિટીજન સર્ટિફિકેટ અપાશે અને વિજેતા બાલ્કનીના ફોટાને કચ્છમિત્રમાં સ્થાન અપાશે. કચ્છમિત્રની
આ પહેલમાં કચ્છની અલગ અલગ સંસ્થાનો પણ સહયોગ મળ્યો છે. - સ્પર્ધામાં ભાગ લેવા માટે શું
કરશો ?: આ સ્પર્ધા અંતર્ગત બાલ્કની
કે આંગણાનો પહેલા અને પછીનો કોલાજ ફોટો બનાવી મોકલવાનો રહેશે. પક્ષીઓ માટે સુવિધા કર્યા
પહેલાની ગેલેરીનો ફોટો પાડયા બાદ ચકલીઓ માટે માળા,
માટીના કુંડા, ચણની વ્યવસ્થા કરી નાના છોડ લગાડી
તેનો ફોટો પાડવાનો રહેશે. આ બન્ને ફોટા કચ્છમિત્રના ઈન્સ્ટાગ્રામ પેજ પર ટેગ કરવા અથવા
વોટસએપ નંબર 63551 65133 પર મોકલી આપવાનો રહેશે. આ ફોટા 23મી માર્ચ સુધી મોકલવાના રહશે. ટોપ 3 વિજેતાના ...... કચ્છ ક્રિએટર્સ એલાયન્સના
જાણીતા ઈન્ફ્લુએન્સર મુલાકાત લઈ વીડિયો શુટ કરશે. - કચ્છમિત્રની પહેલમાં વિવિધ સંસ્થાનો સહયોગ : કચ્છમિત્રની
આ પહેલામાં માનવજ્યોત, મૈત્રીભાવ
ગ્રુપ-કુકમા, મિશન હરીઓમ સંસ્થા-કોટડા (આ), મુસ્લિમ સમાજ ગ્રુપ-ભુજ, સેવા સમર્પણ ટ્રસ્ટ-અંજાર,
પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન-માંડવી, લોહાણા મહાજન સાંઈ જલારામ મંદિર-નખત્રાણા, નિરંજના પંકજ
મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાપર, જનસેવા સંસ્થા-મુંદરા, જાયન્ટસ ગ્રુપ-ગાંધીધામ અને ભારતીય વિકાસ પરિષદ-અંજારનો સહયોગ મળ્યો છે. કચ્છમિત્ર
ભવન ખાતે પણ કુંડા-ચકલી ઘરનું વિતરણ કરાશે.