અમદાવાદ, તા. 18 : છેવાડાના પ્રદેશ કચ્છનું મહાબંદર
મુંદરા દેશનાં ઊર્જા સંકટને હળવું કરવામાં વધુ એકવાર નિમિત્ત બન્યું છે. રાંઇણ ગેસ
(એલપીજી) લાવનાર `િશવાલિક' બાદ બુધવારે `જગલાડકી'
જહાજ 80 હજાર મેટ્રિક
ટનથી વધુ ક્રૂડ તેલ સાથે મુંદરા પહોંચ્યું હતું. `જગલાડકી' 80,886 મેટ્રિક ટન કાચાં તેલ સાથે આજે સવારે લગભગ 10:30 વાગ્યે મુંદરા બંદરનાં સમુદ્રીક્ષેત્ર
એસપી એમ પર પહોંચ્યું હતું. સિંગલ પોંઇન્ટ મુરિંગ (એસપીએમ) એક એવું ક્ષેત્ર છે, જે દરિયામાં ઊંડાઇએ હોય છે, જ્યાંથી મોટાં જહાજોને દરિયાકાંઠા સુધી લઇ ગયા વિના જ સીધું તેલ કાઢી શકાય
છે. ઉલ્લેખનીય છે કે, ફુજૈરાહ બંદરના તેલ ટર્મિનલ પર શનિવારે આ જહાજમાં ઓઇલ લાડિંગ થઈ રહ્યું ત્યારે જ હુમલો
થયો હતો. જો કે, હુમલો
થયાના એક દિવસ પછી, રવિવારે સવારે એ યુએઈથી રવાના થયું અને આજે
પહોંચી ચૂક્યું છે. આ લગભગ 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલને, જે યુએઈથી મેળવેલું હતું એ ફુજૈરાહ બંદર પર લોડ કરવામાં આવ્યું હતું. આ જહાજની
કુલ લંબાઈ 274.19 મીટર
અને બીમમાં 50.04 મીટર છે. આ ટેન્કરનું ડેડવેઇટ
ટનેજ આશરે 164,716 ટન અને કુલ ટનેજ લગભગ 84,735 ટન છે. - અદાણી પોર્ટ પર તેલ બર્થિંગ
સુવિધા : મુંદરા અદાણી પોર્ટસ ખાતે તેનું આગમનમાં
નોંધપાત્ર ક્રૂડ આયાતને સંભાળવાની આ પોર્ટ પરની સુવિધાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્ય રિફાઇનરીઓને આ પ્રદેશમાં પુરવઠા વિક્ષેપો
દરમિયાન કામગીરી જાળવવા અને ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં આવા શિપમેન્ટ પર
ઘણો આધાર રહે છે, જેમાં અદાણી
પોર્ટસ મુંદરાએ જહાજનું સલામત બર્થિંગ અને ભારતની મહત્ત્વપૂર્ણ ઊર્જા જીવનરેખાઓનું
રક્ષણ કરવા માટે દરિયાઇ સંકલન પૂરું પાડયું હતું.