• સોમવાર, 09 માર્ચ, 2026

ભુજની હનુમંત કથાની રંગત જામી

ભુજ, તા. 8 : અહીં ચાલી રહેલી હનુમંત ચરિત્ર યુવા કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી રહ્યા છે, જેમાં યુવાધનનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આથી આ કથાની રંગત જામી રહી છે. ભુજ ખાતે રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમંત ચરિત્ર યુવા કથાનો પ્રારંભ ભવ્ય પોથીયાત્રા સાથે થયો હતો. કથાનું દીપ પ્રાગટય ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર, કુંવરજીભાઇ ઘનશ્યામ મંડપ તથા કાનજી મૂળજી રાબડિયા પરિવારના સભ્યોના હસ્તે થયું હતું. પૂ. સ્વામી હરિપ્રકાશદાસજી મહારાજની પ્રેરણાદાયી વાણીથી કથાનો આરંભ થયો હતો. કથાના પ્રથમ જ દિવસે સનાતન ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને યુવાધનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વામીની ઓજસ્વી વાણી અને આધ્યાત્મિક સંદેશાથી કથામાં ઉપસ્થિત ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. કથાના બીજા દિવસે ભક્તોની સંખ્યામાં વધુ વધારો નોંધાયો હતો, જેના કારણે બેઠક વ્યવસ્થા પણ વધારવી પડી હતી. આ પ્રસંગે કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદભાઇ ચાવડા પણ કથામાં હાજર રહ્યા હતા. કથામાં શંકરભાઇ સચદે, હરેશભાઇ કતીરા, મીતભાઇ ઠક્કર (શહેર ભાજપ પ્રમુખ), ભાગવત આચાર્ય મહેશભાઇ મહારાજ, ધ્રુવાચાર્ય, ડો. કે.ડી. પૂજારા, ડો. સંજય પૂજારા, જે.પી. ગોર (રાજગોર મહાસભાના પ્રમુખ), એ.સી. ગોર, ધ્રબુડી તીર્થ સ્થળના ટ્રસ્ટી કાંતિભાઇ છભાડિયા (ઓમાન), નરેશભાઇ મેપાણી (દુબઇ), કાંતિલાલભાઇ ગોર (મુંબઇ) અને કાંતિલાલભાઇ ચૌધરી (મહેસાણા) સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં ભુજ અને આસપાસના ગામડાંઓ તેમજ સમગ્ર કચ્છમાંથી હનુમાન ભક્તો, સનાતન ધર્મપ્રેમી ભાઇ-બહેનો, યુવાનો મોટી સંખ્યામાં  જોડાઇ રહ્યા છે. 

Panchang

dd