સશક્ત નારી,સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર : સરકાર દ્વારા ત્રી માટે `બેટી બચાઓ બેટી પઢાઓ' વિ. જેવાં પગલાં સાથે ત્રીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો સફળ રહ્યા
છે, તો ત્રીની પણ ફરજ છે કે, આ સ્વતંત્રતાનો
લાભ લઇ દેશના વિકાસ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવું. ત્રી બે કુળને તારનારી છે. જેમ
આપણે તુલસીને પાણી આપી તેને સિંચીએ તેમ એક નાની દીકરીને પણ સારા સંસ્કાર આપી આગળ વધારવી
જોઇએ. શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી ખૂબ અનિવાર્ય છે. શિક્ષિત મહિલા પરિવાર-સમાજ-દેશનું
ભવિષ્ય સુધારે છે. - યાદવ સ્તુતિ
જિતેન્દ્ર (કુકમા), માતૃછાયા કન્યા
વિદ્યાલય, ભુજ - ખભેખભા મિલાવી
ચાલશે નારી તો જ બનશે ભારત વિશ્વમાં ભારી : ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલાઓની ભાગીદારી, ભૂમિકા
અને જવાબદારી માત્ર સામાજિક જરૂરિયાત નથી, પરંતુ રાષ્ટ્રના
સર્વાંગી વિકાસ માટે મુખ્ય સ્તંભ છે, જ્યારે એક નારી સશક્ત બને
ત્યારે આખો પરિવાર અને અંતે આખું રાષ્ટ્ર પ્રગતિ કરે છે. આર્થિક આત્મનિર્ભરતામાં યોગદાન,
સામાજિક પરિવર્તન અને શિક્ષણ, રાજકીય ભાગીદારી,
નેતૃત્વ, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન
એટલે જ્યાં નારીનું સન્માન હોય ત્યાં પ્રગતિ અને સુખ-શાંતિનો વાસ હોય છે. દેશના ઉજ્જવળ
ભવિષ્ય માટે આપણે એવું વાતાવરણ નિર્મિત કરવું પડશે કે જ્યાં મહિલાઓને સમાન તક મળે,
પોતાની જવાબદારી, ભાગીદારી અને પોતાની ભૂમિકા નિડરતાથી
નિભાવી શકે. - શ્રિયા સુનીલ
વ્યાસ, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ - ઘૂંઘટ છોડી
આકાશને આંબે છે : દયા,
મમતા, લાગણી અને કરુણાની દેવી ગણવામાં આવે છે એ
ત્રીએ હવે ઘૂંઘટ છોડી આકાશને પણ આંબે છે. રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું યોગદાન હવે
મોટું છે. રાષ્ટ્રપતિ, કલ્પના ચાવલા, સુનિતા
વિલિયમ્સ અને સોફિયા કુરેશીના દાખલા મોજૂદ. કચ્છની વાત કરીએ, તો કચ્છની પ્રથમ પાઈલટ પણ એક ત્રી છે, તેમનું નામ ચંદાબેન
બુદ્ધભટ્ટી છે.- કમિ પઢિયાર, સરકારી શાળા-મનફરા - સશક્ત મહિલાથી સમાજ મજબૂત બનશે : મહિલાઓએ વિભિન્ન
ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપવા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ત્રીએ અનેક
અવરોધો પાર કરીને નેતૃત્વ, નવીનતા અને નિર્ણય લેવાની ક્ષમતા સાથે પોતાની પ્રતિભા સાબિત કરી છે. વિશ્વના અનેક ભાગોમાં
લિંગ અસમાનતા, તકોની અછત જેવા પડકારો હજુ પણ જોવા મળે છે,
પરંતુ સશક્ત મહિલાથી સમાજ વધુ
મજબૂત બનશે અને રાષ્ટ્ર વિકાસ તરફ આગળ વધશે. મહિલાઓને સન્માનભેર પોતાના અધિકારો મળે
તે માટે આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ - રાણી મુગજે, પી.જી.ડી.એચ.આર.એમ. કોલેજ - અંજાર - ટેક્નોલોજી
અને વિજ્ઞાનનાં ક્ષેત્રમાં મહિલાઓને આગળ લાવો : આપણા દેશ, રાજ્ય કે પ્રદેશની મહિલાઓએ અત્યારથી નહીં, પરંતુ પ્રાચીન
કાળથી જ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપતી રહી છે. કચ્છની મહિલાઓ હસ્તકલા અને ભરતકામ
દ્વારા વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરતી રહી છે, જે સ્થાનિક
અર્થતંત્રનો મજબૂત આધાર છે. પંચાયતરાજથી લઈને કોર્પોરેટ ક્ષેત્ર સુધી મહિલાઓની સક્રિય
ભાગીદારીએ નીતિ નિર્માણમાં નવો દૃષ્ટિકોણ લાવે છે. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમને
આધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આગળ લાવવી એ ઉજ્જવળ ભવિષ્યની પહેલી શરત
છે. ગુજરાતની મહિલાઓ હવે માત્ર નોકરી જ નહીં, પણ સ્ટાર્ટઅપ દ્વારા
રોજગારદાતા બની રહી છે. કુપોષણ નાબૂદી, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ
જાળવણી જેવાં સામાજિક કાર્યોમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. કચ્છના પશુપાલન વ્યવસાયમાં
મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. શ્વેતક્રાંતિને વેગ આપવામાં મોટો ફાળો રહ્યો છે. એક મહિલા
સશક્ત બને છે, ત્યારે આખો પરિવાર અને અંતે રાષ્ટ્ર સશક્ત બને
છે. - ગાયત્રી સિદ્ધાર્થકુમાર દવે, એમ.પી. પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામ - ઉદ્યોગોમાં પણ સ્થાન : મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,
એક દીકરીને શિક્ષણ આપતું સમગ્ર કુટુંબ શિક્ષિત થશે, ત્યારે કચ્છની વાત કરીએ, તો ન માત્ર હસ્તકલા,
ઉદ્યોગમાં પણ ત્રીઓ પાછળ નથી. કચ્છમાં ધરતીકંપ બાદ સ્થપાયેલા ઉદ્યોગોમાં
કચ્છની કન્યાઓને સ્થાન મળ્યું છે. પારલે બિસ્કિટ આપણે ખાઇએ છીએ, પણ તેની બનાવટમાં કચ્છી બહેનોની હથરોટી છે ને આપણને એક જ સ્વાદ જોવા મળે છે.
- દીપ્તિ સાધુ, સરકારી શાળા, મનફરા - નારીનાં રૂપ
બદલતાં રહે છે : કચ્છના વિકાસમાં મહિલાઓનું હંમેશાં યોગદાન
રહ્યું છે. 1971નાં યુદ્ધમાં કટોકટી જેવી સ્થિતિમાં
માધાપરની વિરાંગનાનો દાખલો મોજૂદ છે. કચ્છની હસ્તકલાનો ડંકો દેશ-દુનિયામાં વાગી રહ્યો
છે, પણ તેના પાયામાં તો ત્રી જ છે. આત્મનિર્ભરતાની
વાતો હવે થાય છે, પણ વર્ષોથી મહિલાઓ આવાં ક્ષેત્રમાં આત્મનિર્ભર
છે, ત્યારે નારીશક્તિનાં રૂપ બદલતાં રહ્યાં છે. - કશિષ મહેશ્વરી, મસ્કા સારસ્વતમ્ હાઇસ્કૂલ - સફળ મહિલા
દ્વારા અનેક ત્રીઓને મોટાં સપનાં જોવાની પ્રેરણા : મહિલાઓએ અનેક
પ્રકારના પડકારો અને મુશ્કેલીઓને તોડીને મહિલાઓ હિંમત, દૃઢતા સાથે અવરોધોને મહાત આપીને સફળતા તરફ આગળ
વધી છે, જ્યારે કોઈ એક ત્રી સફળતા પ્રાપ્ત કરે છે, ત્યારે અનેક મહિલાઓને મોટાં સપનાં જોવાની અને મહેનત કરવાની પ્રેરણા મળે છે.
મહિલાઓની સિદ્ધિઓ થકી વિશ્વમાં અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. શિક્ષણ માટે સંઘર્ષ કરી મલાલા યુસુફઝાઈએ નાની ઉંમરે નોબેલ પુરસ્કાર મેળવ્યો
હતો. મહિલાઓએ હંમેશાં સમાજને આકાર આપવા માટે સમયાંતરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
- શાહિન સાઈચા, એચ.બી. પલણ કોમર્સ કોલેજ-અંજાર - જવાબદારી
તળે ધરબાયેલી ત્રીઓ માટે તકોનાં દ્વાર ખોલો : સ્ત્રી મહાન અને સન્માનજનક છે. કારણ કે તે પરિવારના દરેક જણની
ચિંતા સેવતી હોય છે. બહુપ્રતિભા ધરાવતી ત્રી જવાબદારીનાં ભારણ તળે કેટલીક વખત દબાઈ
જાય છે. સમાજની તમામ કર્તવ્યનિષ્ઠ મહિલાઓ મહિલા દિવસે ગૌરવ અનુભવે છે. સમાજનાં ઉત્થાન
અને દેશના વિકાસ માટે મહિલાઓને મહત્તમ તકો આપવી જ જોઈએ. - શ્રીયા જતિનભાઈ ઠક્કર, કે.જી. માણેક સ્કૂલ, અંજાર