અંજાર,તા.12 : શહેરના એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંધ લીમીટેડ
ધ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનો લોકાર્પણ
કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં સરહદ ડેરીના
ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતુ કે આ સર્કલ
ના નિર્માણ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના
રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ
છાંગાના હસ્તે આ સર્કલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ વેળાએ ડેરીના ચેરેમન વલમજીભાઈ
હુંબલ અને વાઈસ ચેરેમન મોતીભાઈ ભરવાડ સહિતના ડિરેકટરો ધ્વારા રાજયમંત્રી શ્રી છાંગાનુ અભિવાદન કરાયુ હતું. આ વેળાએ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ
દેવજીભાઈ વરચંદનુ પણ સન્માન કરાયુ હતું. રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ
હતુ કે આ આધુનિક ટ્રાફિક સર્કલ વિસ્તારના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુગમ બનાવશે.રસ્તા
પર ની સુરક્ષામાં વધારો થશે. આ સર્કલ શહેરના મુખ્યપ્રવેશધ્વારા પાસે આવેલુ હોવાથી અંજારની
શોભા અને આકર્ષણમાં પણ નોંધપાત્ર વધારો થશે.
સરહદ ડેરી ધ્વારા આ સર્કલને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીને સુપ્રત કરવામાં આવ્યુ
હતું. સંચાલન તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ શેઠે કર્યું હતું. આ વેળાએ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેષભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, ઉપપ્રમુખ મશરૂભાઈ રબારી, મૂળજીભાઈ મ્યાત્રા, સુધરાઈના કારોબારી ચેરમેન પાર્થ સોરઠીયા, ઉપપ્રમુખ શિલ્પાબેન
બુધ્ધભટ્ટી, શાસકપક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી,દંડક કલ્પનાબેન ગોર, શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ,તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીર, મીઠા ઉદ્યોગકાર બાબુભાઈ
હુંબલ, અરજણભાઈ કાનગડ, અંજાર એ.પી.એમ.સી
અને તાલુકા સંઘના પ્રમુબખ દુદાભાઈ બરારીયા, ડાયરેકટરો,
દુધ મંડળી, સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધીઓ,
સામાજીક અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહયા હતા.