• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

રવિવારે ભુજમાં આરંગેત્રમ્

ભુજ, તા. 12 : છેલ્લાં 22 વર્ષથી સાંસ્કૃતિક વારસાનું ભરતનાટયમ નૃત્યના મધ્યમથી સંવર્ધન કરતી અને ભુજના કલાકારોને રાષ્ટ્રીય ફલક પર લઇ જનાર નુપૂર નૃત્ય સંસ્થા દ્વારા શિવરાત્રિના સાંજે 5 વાગ્યે ટાઉનહોલ ખાતે કુ. દિયા ચૌહાણનું આરંગેત્રમ્ યોજાશે. નૃત્ય ગુરુ વૈશાલી સોલંકીના માર્ગદર્શન હેઠળ કુ. દિયા ચૌહાણ દ્વારા પુષ્પાંજલિ, અલ્લારિપુ, જતિસ્વરમ, વરણમ, કીર્તનમ, દશાવતાર, થોડાય મંગલમ અને થિલ્લાના કૃતિ પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમનો આરંભ આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીના આશીર્વચનથી થશે અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, ગુર્જર ક્ષત્રિય સમાજના વિનોદભાઇ સોલંકી, ઇશ્વરભાઇ દેસાઇગ્લોબલ ચેમ્બરના રાજેન્દ્ર ટાંક અને સીમા જાગરણ મંચના હિમ્મતસિંહ વસણની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેશે. જાહેર જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. 

Panchang

dd