• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

લોકપ્રતિનિધિઓને જનવિકાસ કામોમાં સક્રિય રહેવા અપીલ

નખત્રાણા, તા. 12 : ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિકસિત ભારત જી-રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત નખત્રાણા મંડળ દ્વારા સાંઇરામ મંદિરનાં પટાંગણમાં યોજાયેલી કાર્યશાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આવશ્યક પાયાનાં વિકાસકામોની સુવિધાઓ ઉપલબબ્ધ કરાવવાનાં કાર્યોમાં લાગી જવા હાકલ કરાઇ હતી. દીપ પ્રાગટય બાદ ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડએ જી-રામજી યોજનાની માહિતી આપી હતી. ભાજપના પ્રમુખ ધર્મેશ કેશરાણીએ  ગ્રામ્ય વિસ્તારોને વિકાસકામોથી મજબૂત કરવા 125 રોજગારીની ગેરંટી સાથે હોદ્દેદારો, કાર્યકરોને અભિયાનમાં લાગી જવા જણાવ્યું હતું. નરેગા યોજનાના નિયમોમાં ફેરફાર સાથે અપાયેલા નવા સ્વરૂપના યથાર્થ ઉપયોગથી ગામડાંમાં ક્રાંતિ આવશે, તેવું ઇન્ચાર્જ જયસુખલાલ પટેલે જણાવ્યું હતું.  જિલ્લા ઇ.ચા. હિતેશ ખંડોલએ પ્રધાનમંત્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ થકી શહેરના વિકાસ માટેની રૂા. 151 હજાર કરોડના બજેટનાં વિકાસકામો સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા કરવાની યોજનાનો લાભ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા હાકલ કરી હતી. અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર દ્વારા દબાણ થયેલી જમીનમાં બનેલાં મકાનો કાયદેસર કરવા રજૂઆત કરાઇ હોવાની માહિતી આપતા ગ્રામસભામાં ઠરાવ કરી મકાનો રેગ્યુલર કરવા જણાવી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને જનવિકાસનાં કામો કરવા સક્રિય રહેવા ટકોર કરી હતી. આગામી તા. 13/2નાં નખત્રાણા ખાતે અબડાસા વિધાનસભા ક્ષેત્રનું પાર્ટી કાર્યકરોનું જનરલ સંમેલન સાંઇ જલારામ મંદિરે યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી. કાર્યક્રમમાં તા.પં.ના પ્રમુખ ભાવનાબેન પટેલ, લાલજીભાઇ રામાણી, એપીએમસી ચેરમેન હંસરાજભાઇ કેશરાણી, ઉત્પલસિંહ જાડેજા, નયનાબેન પટેલ, લીલાબેન મહેશ્વરી, મંગળાબેન વાઘેલા, જયાબેન ચોપડારવિભાઇ નામોરી, રાજેશ પલણ, પૂર્વ સરપંચો ચંદનસિંહ રાઠોડડાયાભાઇ સેંઘાણી, એટીવીટી સદસ્યો ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીદિનેશભાઇ વાઘેલા, બહાદુરસિંહ જાડેજા, કરણ રબારી, જિલ્લા તા.પં.ના પૂર્વ સદસ્યો, ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, બહાદુરસિંહ જાડેજા, કરણ રબારી તથા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તથા આભારવિધિ મહામંત્રી હરિસિંહ રાઠોડે કરી હતી. 

Panchang

dd