• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ન્યૂ જર્સીમાં બીએપીએસ અક્ષરધામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમણે ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતની પ્રસ્તુતિ, સમાજસેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સ્વયંસેવકોના અસાધારણ સમર્પણ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીના બી.એ.પી.એસ. સંસ્થા વતી બ્રહ્મવિહારીદાસ સ્વામી અને નીલકંઠસેવાદાસ સ્વામીએ તેમનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ હાજર હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અક્ષરધામ ભારતના સેવા, આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠતાના શાશ્વત મૂલ્યોને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડી રહ્યું છે. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે આવકારતાં ગૌરવ અનુભવીએ છીએ.

Panchang

dd