• મંગળવાર, 02 જૂન, 2026

સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા જજ : કેન્દ્રએ આપી મંજૂરી

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટને પાંચ નવા જજ મળ્યા છે. કેન્દ્ર સરકારે સોમવારે ચાર રાજ્યની હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ મહિલા વકીલને દેશની શીર્ષ અદાલતના જજ બનાવવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન મેઘવાલે પોતે આ જાણકારી જાહેર કરી હતી. આ પહેલા એક વટહૂકમ મારફતે સુપ્રીમમાં જજની સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી હતી. હવે સુપ્રીમમાં 37 જજ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સીનિયર એડવોકેટ વી મોહના, પંજાબ-હરિયાણા હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર, મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ સચદેવા અને જમ્મુ કાશ્મીર હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરુણ પલ્લીનાં નામની ભલામણ કરી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન વરિષ્ઠ અધિવક્તા વી મોહનાએ ઈતિહાસ રચ્યો છે. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા બાદ દેશના ઈતિહાસમાં માત્ર બીજા મહિલા વકીલ બન્યા છે જેઓને વકીલમાંથી સીધા સુપ્રીમના જજ બનાવવામાં આવ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં 12મા મહિલા ન્યાયાધીશ બન્યાં છે. તેઓ જૂન 2031માં નિવૃત્ત થશે.

Panchang

dd