કાઠમંડુ, તા. 22 : નેપાળમાંથી માઉન્ટ એવરેસ્ટ
પર એક દિવસમાં સૌથી વધુ 274 પર્વતારોહકોએ
આરોહણ કરવાનો વિક્રમ સર્જ્યો છે. દરમ્યાન, એવરેસ્ટ આરોહણ બાદ નીચે ઊતરતી વખતે શ્વાસની
સમસ્યાને લીધે બે ભારતીયનાં મૃત્યુ થયાં હતાં. અગાઉ, 22મી મે, 2019ના દિવસે એકસાથે 223 પર્વતારોહકોએ એવરેસ્ટ સર
કર્યું હતું. ચાલુ વર્ષે લગભગ 500 વિદેશી
પર્વતારોહીને એવરેસ્ટની ટોચે જવા માટે પરમિટ જારી કરાઇ છે.આ અત્યાર સુધીનો સૌથી મોટો
આંકડો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં પર્વતારોહકોની લાંબી કતારો દેખાય
છે. કતારો ડેથ જોન સુધી ફેલાઇ હતી, જે દરિયાની સપાટીથી આઠ હજાર મીટર કરતાં વધુ ઊંચાઇવાળો
ભાગ છે, ત્યાં ઓક્સિજનનું પ્રમાણ બેહદ ઓછું હોય છે.