નવી
દિલ્હી,
તા. 18 : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી જીત
સમાન ઘટનાક્રમમાં અમેરિકાના ન્યાય વિભાગે સોમવારે અદાણી જૂથના અધ્યક્ષ ઉપરાંત
તેમના ભત્રીજા સાગર સામેના તમામ અપરાધના આરોપો રદ કરી નાખતાં કેસ કાયમ માટે બંધ
કરી દીધો હતો. આ મામલો 2024ના અંતમાં નોંધાયો હતો, જેમાં આરોપ લગાવાયો હતો કે, અદાણી જૂથે ભારતાં સૌર
ઊર્જા પરિયોજનાના કરાર મેળવવા 26.5 કરોડ ડોલરની લાંચની યોજના
બનાવી હતી. જો કે, અદાણી જૂથે સતત આવા આરોપોને
નિરાધાર લેખાવ્યા હતા. અમેરિકી સંબંધ કે આરોપો સાબિત કરવા માટે કોઈ જ નક્કર પુરાવા
મળ્યા નથી. આ નિર્ણય અમેરિકી પક્ષો અને અદાણી જૂથે રચેલી મજબૂત કાનૂની ટીમ વચ્ચે
ઘણા મહિના સક્રિય વાતચીતના અંતે આવ્યો છે.