• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

ભારતને અણુશક્તિ ધરાવતા બે પડોશીથી ખતરો : સીડીએસ

મુંબઈ, તા. 23 : ભારતના બંને દુશ્મનો પાસે પરમાણુ શત્રો છે. તેમ જણાવતાં સીડીએસ અનિલ ચૌહાણે આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો સાથે યુદ્ધના બદલાતા દૃશ્ય પર ચર્ચા કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે, ભારતે ટૂંકા ગાળાના તીવ્ર યુદ્ધો અને લાંબા ગાળાના યુદ્ધો માટે તૈયાર રહેવું જોઈએ. આઈઆઈટી મુંબઈમાં વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, ભારતને બન્ને પડોશી દેશો તરફથી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. જનરલે ચીન અને પાકિસ્તાનના પરોક્ષ ઉલ્લેખમાં જણાવ્યું હતું કે, એક પડોશી દેશ પરમાણુ શત્રો ધરાવતો દેશ છે અને બીજો પરમાણુ શત્રોથી સજ્જ થઈ રહેલો દેશ છે. યુદ્ધ હવે ત્રીજી ક્રાંતિના શિખર પર છે, જેને તેઓ `કન્વર્ઝન્ટ વોરફેર' કહે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), કવોન્ટમ કમ્પ્યુટિંગ, એજ કમ્પ્યુટિંગ, અદ્યતન સામગ્રી અને રોબોટિક્સ જેવી ટેક્નોલોજી આમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ભવિષ્યમાં મલ્ટિ-ડોમેટ ઓપરેશન્સ - જમીન, હવા, સમુદ્ર,સાયબર અને અવકાશમાં એક સાથે ઓપરેશન જરૂરી બનશે. તેના સિવાય બીજો વિકલ્પ નહીં રહે તેવું તેમણે ઉમેર્યું હતું. નિષ્ણાતોના મત મુજબ જનરલ ચૌહાણનું નિવેદન સેનાની તૈયારી અને નવી ટેકનોલોજી અપનાવવાની દિશામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

Panchang

dd