• શુક્રવાર, 09 મે, 2025

હજારો લોકોનો વ્હાઈટ હાઉસને ઘેરાવ

વોશિંગ્ટન, તા. 20 : ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિરોધમાં તમામ પ0 રાજ્યમાં 400 જેટલી રેલી થઈ હતી. હજારો પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ અને તેની કઠોર નીતિઓ સામે બીજું સૌથી મોટું પ્રદર્શન કર્યું હતું.  આ દરમ્યાન દેખાવકારોએ રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસને ઘેરી લીધું હતું. લોકોએ ટ્રમ્પ પર નાગરિક અને કાયદાના શાસનને કચડવાનો આરોપ લગાવ્યો હતો. વ્હાઈટ હાઉસ ઉપરાંત ટેસ્લાના શો રૂમનો પણ ઘેરાવ કરાયો હતો. ન્યૂયોર્કમાં દેખાવકારોએ શહેરની મુખ્ય લાઈબ્રેરી બહાર એકત્રિત થઈને અમેરિકામાં કોઈ રાજા નથી, તાનાશાહીનો વિરોધ કરવો જેવા પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કર્યું હતું.પ્રદર્શનોમાં સૌથી વધારે ગુસ્સો ટ્રમ્પની ઈમીગ્રેશન નીતિઓ સામે હતો. લોકો પ્રવાસીઓનું સ્વાગત છેના નારા લગાડી રહ્યા હતા. વોશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ પ્રશાસન ઉપર સૈદ્ધાંતિક, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળો કરવાનો આરોપ મુક્યો હતો. આ અગાઉ 5મી એપ્રિલના રોજ દેશભરમાં 1200 સ્થળોએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  રેલીનું નેતૃત્વ 50501 નામના ચળવળકારી સમૂહ તરફથી કરવામાં આવ્યું છે. જેનો અર્થ `0 વિરોધ પ્રદર્શન, 0 રાજ્ય, 1 આંદોલન' એવો થાય છે. 50501ના પ્રવક્તા હીદર ડને કહ્યું હતું કે તેઓનો હેતુ ટ્રમ્પ પ્રશાસનમાં વધતા સત્તાવાદી વલણથી લોકતંત્રને બચાવવાનો છે અને સંવિધાનને બચાવવા અહિંસક આંદોલન ચલાવવાનો છે. ગ્રુપની સાથે ડેમોક્રેટ્સ, ઈન્ડિપેન્ડેન્ટસ અને રિપબ્લિકન્સ પણ રેલીઓ કરી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd