• બુધવાર, 11 માર્ચ, 2026

અંજારમાં `સમસ્ત બ્રહ્મ નારીશક્તિ સન્માન'નું આયોજન

ભુજ, તા. 9 : સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ જિલ્લા મહિલા મંડળ પૂર્વ કચ્છ અને અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે નારાયણ સરોવરના અધ્યક્ષા સોનલલાલજી મહારાજની ઉપસ્થિતિમાં `સમસ્ત બ્રહ્મ નારીશક્તિ સન્માન-2026'નું આયોજન અંજારના રાધે રિસોર્ટ ખાતે કરાયું હતું. જેમાં મુંદરા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા  રચનાબેન પ્રણવભાઈ જોશી અને રેસ્ક્યુ ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. ત્રિવેણીબેન આચાર્ય અને પૂર્વ કચ્છની બ્રહ્મનારી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કચ્છની બ્રહ્મ સન્નારીઓને વિશેષ સન્માન સાથે બ્રહ્મ નારીશક્તિ સન્માન-2026 પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સન્માન ભુજના જાણીતા નાટયકાર અને ગાયક  શિલ્પાબેન ઉદયનભાઈ ગોરને પણ સન્માનિત કરાયાં હતાં. આ સન્માન બદલ ભુજ રાજગોર સમાજના કારોબારી સભ્યો, જાણીતા સાહિત્યકારો કવિ જગદીશ ગોર `શરમાળ', કવિ જયંતી ગોર `જખ્મી', રવિભાઈ પેથાણી `િતમિર' તથા ડો. ગૌતમભાઈ જોશીએ  શિલ્પાબેન ગોરને અભિનંદન આપ્યાં હતાં.

Panchang

dd