મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છનાં એક તરફ ઔદ્યોગિક
વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, બીજી તરફ અનેક
પ્રકારની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ બેરોકટોક ફાટી નીકળી છે. ગાંધીધામ,
ભચાઉ, લાકડિયા, સામખિયાળી,
અંજાર, આદિપુર, કંડલામાં
જુદા-જુદા પ્રકારની અમુક બદીઓ ચરમસીમાએ પહેંચી છે. ખાસ કરીને મધ્યમ, ગરીબ વર્ગના લોકોને આર્થિક રીતે બરબાદ કરતી આંકડાની માયાજાળ અને અન્ય ગેરકાયદેસર
કારોબાર પર કયારે લગામ મુકાશે તે અંગે સ્થાનિકોમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સમાજને
ગુનામુક્ત રાખવાની જેમના શિરે જવાબદારી છે તે પૂર્વ કચ્છ પોલીસ આંકડાના જુગારના કાળા
કારોબાર સામે લાચાર સાબિત થઈ રહી હોવાનો સિનારીયો લેવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ ચાલતી
આંકડાની માયાજાળમાં રોજનું કમાઈને રોજનું ખાનારો ગરીબ, શ્રમિક
વર્ગ હોમાઈ રહ્યો છે પરંતુ કાયદાના લાંબા હાથ માત્ર નાના પન્ટરો સુધી જ પહેંચીને અટકી જાય છે. - આંકડા અને બે નંબરી ધંધા બેફામ
: સુત્રોના જણાવ્યા અનુસાર વરસાણા, કાસેઝ, મીઠી રોહર,
ભચાઉ, ગળપાદર, સામખિયાળી,
લાકડિયા, પડાણા જેવા અનેક વિસ્તારોમાં બેઝ ઓઈલ,
બાયોડિઝના પોઈન્ટ, કોલસાનો કાળો કારોબાર,
તેલ ચોરી જેવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ઉપરાંત ઓનલાઈન ગેમ્સ,
ક્રિકેટનો ઓનલાઈના સટ્ટો, માદક પદાર્થો મળી રહ્યા
છે. ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દેશી દારૂના પોઈન્ટ, વાહનો મારફતે
અંગ્રેજી દારૂની ડિલીવરી જેવા દુષ્ણો પણ વ્યાપક પ્રમાણમાં વધી ગયા છે. - આંકડામાં પન્ટરો સુધી જ સિમિતિ પોલીસ કાર્યવાહી : ગાંધીધામ, આદિપુર, અંજાર,
ભચાઉ, સામખિયાળીમાં આકંડાના અમુક પોઈન્ટ સક્રિય
છે. ફરિયાદો, રજૂઆતો અથવા બતાવવા ખાતર કે કામગીરી બતાવવા પોલીસ
નાના પન્ટરોને પકડી પાડીને સંતોષ માની લે છે. કયારેય મોટા મગરમચ્છો સુધી ગમે તે કારણે
પહોંચાતું નથી. આ આખાય નેટવર્કને જ્યાં સુધી આંકડાના આકાઓને જેલના સળિયા પાછળ નહીં
ધકેલાય ત્યાં સુધી શ્રમિકોના લોહી ચુસણા આવી
જ રીતે ચાલુ રહેશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. આવા મોટા મગરમચ્છોની ગરદન સુધી પહોંચવામાં
પોલીસને પ્રસાદી રૂપી નડતર થાય છે કે શું તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા. - વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવનાર
તંત્ર અહીં કેમ સુષુપ્ત ? : અગાઉ વ્યાજખારો
વિરુદ્ધ અને જુદા જુદા ગુના આચરનો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવીને લૂંટી હતી. તો પછી શ્રમિકોને આર્થિક, માનસિક રીતે બરબાદ કરતી આંકડાની બદી સામે આટલી
લાચારી કેમ દર્શાવવામાં આવી રહી છે? તે પ્રશ્ન છે. ગાંધીનગર કક્ષાની
ટીમો પણ તપાસ કરીને જતી રહે છે પરંતુ આકાઓ સામે કડક પગલાં લેવામાં તંત્ર નિષ્ફળ નિવડયું
હોવાનું જણાય છે. - શ્રમિક વર્ગની
આર્થિક બરબાદી અને માનસિક તણાવ : આંકડો લાગવાની લાલચમાં સામાન્ય અને ગરીબ
શ્રમિકો પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યા છે. ઈજન આપતી આંકડાની આ માયાજાળને કારણે
અનેક પરિવારો બરબાદ થયા છે. સટ્ટાના કારણે કેટલાક યુવાનોએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી
દેવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ગરીબ, શ્રમિક વર્ગને પાયમાલી કરતા આ ગેરકાયદેસર ધંધાઓને જડમૂળથી નાબુદ કરવામાં આવે
અને તેના મુખ્ય સુત્રધારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો પ્રબળ
માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, અધિકારીઓ,
જાગીને આ કાળા કારોબારના આકાઓને જેલના સળિયા પાછળ ધકેલશે કે પછી આ ચહેરા
પરનો મુખોટો આમ જ જળવાઈ રહેશે ?