નલિયા, તા. 9 : અબડાસા તાલુકાના વાયોર ગામે
આવેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 50 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવતા હોવાથી રોષે
ભરાયેલા ગ્રામજનો, વાલીઓ અને
આગેવાનો ગુરુવારે શાળા પરિસરમાં એકઠા થયા હતા.
લાંબા સમયથી ચાલતી શિક્ષકોની ઘટ મુદ્દે તંત્રને અલ્ટિમેટમ અપાતાં જણાવાયું હતું
કે, જો 15 તારીખ સુધીમાં પૂરતા શિક્ષકો નહીં ફાળવાય, તો હાઈસ્કૂલને તાળાબંધી કરવામાં આવશે. આ મામલે
શિક્ષણમંત્રી અને શિક્ષણાધિકારી સમક્ષ પણ રજૂઆત કરાઈ છે. આ વેળાએ પૂર્વ જિ.પં. સદસ્ય
અનુભા જાડેજા, સુખદેવસિંહ જાડેજા, લાલુભા
પઢિયાર, પ્રફુલ્લ ઠક્કર,પ્રકાશભાઈ સહિત
વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.