• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ગાંધીધામ અને ગળપાદરમાં રહેણાક મકાનમાં આગના બનાવથી દોડધામ

ગાંધીધામ, તા. 9 : શહેરમાં  આજે બે સ્થળે મકાનોમાં આગજનીના બનાવ બનતા ભારે દોડધામ થઈ પડી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં બી. 87 નંબરનાં મકાનમાં શોર્ટ શર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. સવારના અરસામાં બનેલા આ બનાવમાં ઘરવખરીને નુકસાન થયું હતું. મહાપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બનાવના પગલે લોકોનાં ટોળા એકત્ર  થયાં હતાં. ગળપાદરમાં સવારે 11 વાગ્યાના અરસામાં ગેસના બાટલામાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા અડધો કલાકમાં કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરીમાં દીપક મારાજ,  ધીરજ કન્નર, પ્રકાશ ઠાકોર, વિજય મહેશ્વરી, હિતેશ ફુફલ,  સ્મિત  પરમાર જોડાયા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd