• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ટોડિયામાં હિંસક શ્વાનોએ 50 ઘેટાં-બકરાનું મારણ કર્યું

નખત્રાણા, તા. 26 : તાલુકાના ટોડિયા ગામમાં હિંસક શ્વાનોના ટોળાએ ઘેટા-બકરાનું મારણ કરતા અરેરાટી ફેલાઈ હતી. પીંજારા મુબારક ઈસાના ઘેટા-બકરાંના વાડામાં પુરેલા 50 ઘેટા-બકરાને હિંસક શ્વાનોના ટોળાએ હુમલો કરી મારી નાખતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયા છે. ટોડિયા ગામના શૈયદ રજાકશાહએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘેટા-બકરાના માલિક મુબારક ઈસા ગામમાં દવા લેવા ગયા હતા તે દરમ્યાન કુતરાનું ટોળું વાડામાં ઘુસી ગયું હતું. વાડામાં પુરેલા 50 જેટલા ઘેટા-બકરા ઉપર તુટીને મારણ કર્યું હતું. પશુપાલક પીંજારા મુબારક ઈસા ગામમાંથી દવા લઈ પરત ફરતા વાડામાં પડેલા મૃત ઘેટા-બકરાને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મુશ્કેલીમાં મુકાયેલ પશુપાલકને તંત્ર દ્વારા સહાય મળે તેવી લોક લાગણી સૈયદ રઝાકે વ્યક્ત કરી હતી.

Panchang

dd