બેંગ્લુરુ, તા. 26 : દુલિપ ટ્રોફીની બીજી ક્વાર્ટર
ફાઇનલ મેચમાં વેસ્ટ ઝોન વિરુદ્ધ નોર્થ ઝોનનો બાવન રને વિજય થયો છે. સેમિફાઇનલમાં તેની
ટક્કર સાઉથ ઝોન વિરુદ્ધ થશે. ટર્નિંગ પીચ પર વેસ્ટ ઝોનને વિજય માટે 287 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, જેના જવાબમાં ત્રીજા દિવસના અંતે વેસ્ટ ઝોનના
7 વિકેટે 220 રન થયા હતા. આજે માત્ર 6.2 ઓવરમાં તેની બાકીની 3 વિકેટ પડી ગઇ હતી. આથી વેસ્ટ ઝોનનો બીજો દાવ 234 રને સમાપ્ત થયો હતો. નોર્થ
ઝોન તરફથી સ્પિનર આબિદ મુશ્તાકે કુલ 9 વિકેટ ઝડપી હતી. દુલિપ ટ્રોફીના બે સેમિ ફાઇનલ મેચ 30 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં નોર્થ
ઝોન સામે સાઉથ ઝોન હશે. જ્યારે બીજા સેમિમાં ઇસ્ટ ઝોન સામે સેન્ટ્રલ ઝોન હશે. બન્ને
મેચ બેંગ્લુરુમાં રમાશે.