• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ગાગોદર પોલીસ મથકના ધાબા પર ચડી મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા

ગાંધીધામ, તા. 26 : રાપરના ગાગોદર પોલીસ મથકે ગઈકાલે સાંજે દોડદામ થઈ પડી હતી. અટકાયતી પગલાંના કામકાજ બાબતે પોલીસ મથકે પહેંચેલા બે લોકો પૈકી મહિલાએ ભારે ધમાલ મચાવી સમગ્ર સ્ટાફને દોડધામ કરાવી મુકી હતી. રાયમલવાંઢ કાનમેરમાં રહેતા બાગીબેન નાગજી કોળી તથા નાગજી છગન કોળીને સવારે અરજી કામે નિવેદન તથા અટકાયતી પગલાની કાર્યવાહી સાથે પોલલીસ મથકે બોલાવાયા હતા. નિવેદન બાદ અટકાયતી પગલાની સમજ કરાઈ હતી. બંને ઘરે ગયા બાદ સાંજે પરત પોલીસ મથકે પહોંચ્યા હતા અને અમારી જ કેમ અટકાયત કરવામાં આવે છે પોલીસ કોઈ યોગ્ય કામગીરી કરતી નથી તેવા આક્ષેપ સાથે બંનેએ ગાળો આપી હંગામો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા મહિલા ક્રાઈમ રાઈટર રૂમમાં ઘુસી ગયા હતા અને ટેબલ પર પડેલ પ્રિન્ટર જમીન પર પછાડી તોડી નાખ્યું હતું. આટલાથી ન અટકતાં આ મહિલા પોલીસ મથકના ધાબા પર ચડી ગયા હતા અને જો કોઈ નજીક આવશે તો હું નીચી કુદી જઈશ તેવી ધમકી આપી હતી. પરિસ્થિતિ સમજીને પોલીસ કર્મીઓ ધાબા પર ચડયા હતા અને આ મહિલાને સમજાવીને સલામત રીતે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઉતરતી વખતે આ મહિલાએ અચાનક બળપ્રયોગ કરી મહિલાએ પોલીસકર્મી ઈન્દીરાબેનને સીડી પરથી નીચે ધક્કો મારી દીધો હતો. જેના કારણે આ મહિલા કર્મીને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. સરકારી કામમાં અડચણ ઉભી કરવા પોલીસ પર હુમલો, સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવાના આ બનાવ અંગે બંને સામે ગુનો નેંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd