• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મોદીની બાલેન સાથે વાત : ભારતે સહાય મોકલી

નવી દિલ્હી, તા. 26 : નેપાળમાં થયેલી જાનહાનિ અને ખુવારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ પાડોશી દેશના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરીને જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં ભારત નેપાળના લોકો સાથે મજબૂત રીતે ઊભું છે, દરેક સંભવ મદદ કરાશે. ભારતે વાયુદળના વિમાનો મારફતે 10 ટન જેટલી દવા સહિત સામગ્રીની મદદ મોકલી હતી. પાડોશી ધર્મ નિભાવતાં ભારતે તેના વાયુદળના સી-17 અને સી-130 વિમાન હિંડન અને પાલમ એરબેસ પરથી કામે લગાડયા હતા.

Panchang

dd