ગાંધીધામ, તા. 26 : મુંદરા બંદરેથી ડીઆરઆઇએ શંકાસ્પદ
16 કન્ટેનર સ્થગીત કરાયા હતા.
આ કન્ટેનરો પૈકીના અડધા જેટલા કન્ટેનરો ખોલીને તપાસ હાથ ધરાઇ છે પરંતુ અત્યાર સુધીમાં
કાંઇ ખાસ ન મળ્યું હોવાનું બહાર આવ્યું છે. ડીરેકટારેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ ભરીને
ગઇકાલે મુંદરા બંદર પરથી 16 શંકાસ્પછદ
કન્ટેનરો સ્થગિત કરાવી સુરક્ષિત જગ્યાએ રખાવવામાં આવ્યા હતા. આ કન્ટેનરોમાં ચાઇનીઝ
શંકાસ્પદ વસ્તુઓ હોવાની વાતને પગલે આ કન્ટેનરો રોકાવાયા હતા. આજે આ કન્ટેનરો પૈકી અડધા
જેટલા કન્ટેનરો ખોલાવી લેવાયા હતા. પણ અત્યાર સુધીમાં ખાસ કાંઇ બહાર ન આવ્યું હોવાનું
સપાટી ઉપર આવ્યું હતું. થોડા સમય પહેલાં દિલ્હીમાં જીપીઆરએસ વાળા સીસીટીવીનું કાંડ
બહાર આવ્યું હતું આ ચાઈનીઝ કેમેરા દરયાઈ માર્ગે જ આવ્યા હોવાનું જે-તે સમયે બહાર આવ્યું
હતું. ત્યારે બાકી રહેલા કન્ટેનરોમાં શું નિકળે છે તે આગામી સમયમાં ચિત્ર સ્પષ્ટ થશે.