• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં અંજારની ખેલાડીને રજત ચંદ્રક

ભુજ, તા. 26 : ઉત્તરાખંડ ખાતે 21 થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન રેસાલિંગ ફેડરેશન અૉફ ઇન્ડિયા દ્વારા નેશનલ ગ્રેપાલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં કચ્છના અંજારના દેવાંશી વિજયભાઈ સોરઠિયાએ શાનદાર પ્રદર્શન દાખવી 57 કિલોગ્રામ વજન જૂથની `નોગી ગ્રેપલિંગ' સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક (સિલ્વર મેડલ) પોતાના નામે કર્યો છે. દેવાંશીની ગ્રેપાલિંગ કુસ્તીની શરૂઆત અંજાર ખાતે તેમના પ્રથમ કોચ ગાવિંદભાઈના માર્ગદર્શન હેઠળ થઈ હતી. બાદમાં તેમની પસંદગી ડીએલએસએસ ગઢ ખાતે થઈ હતી.  દેવાંશી સોરઠિયા હવે યોજાનારી આંતરરાષ્ટ્રીય ગ્રેપાલિંગ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય થયા છે.

Panchang

dd