• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વિલ પુકોવસ્કી 27 વર્ષે નિવૃત્ત !

મેલબોર્ન, તા. 26 : વારંવારની ઇજાથી પરેશાન ઓસ્ટ્રેલિયાના બેટર વિલ પુકોવસ્કીએ 27 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું છે કે સ્કૂલના સમયમાં તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેમાં તેણે બેદરકારી રાખી હતી. આગળ જતાં આ ઇજાને લીધે ક્રિકેટ છોડવાનો નિર્ણય લેવો પડયો છે. વિલ પુકોવસ્કીએ તેની ટૂંકી કેરિયર દરમિયાન 13 વખત કનકશન ઇન્જરીનો સામનો કર્યો છે. તેણે 2021માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી ઈનિંગ્સમાં 62 રન બનાવ્યા હતા. પુકોવસ્કીના નામે 36 ફર્સ્ટ કલાસ મેચમાં 4પ.00ની સરેરાશથી 230 રન છે. જેમાં 7 સદી અને 9 અર્ધસદી સામેલ છે.

Panchang

dd