• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

એઆઇ માટે દુનિયા તૈયાર નથી : ગેટ્સ

નવી દિલ્હી, તા. 26 : મોઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટસે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) વિશે ચેતવણી આપતા કહ્યું છે કે, એઆઇના કારણે જ ગતિએ વસ્તુઓ બદલાઇ રહી છે તે પહેલાં ક્યારેય જોવા મળી નથી. પેઢી દર પેઢી ટેકનોલોજી આ  રીતે બદલાતી રહેતી હતી, પરંતુ એઆઇ સાથે બધું ઝડપથી બદલાઇ રહ્યું છે. કદાચ દુનિયા આ માટે તૈયાર નથી. ગેટસે ચેતવણી આપી છે કે, આગામી વર્ષોમાં એઆઇ ફક્ત નોકરીઓમાં પરિવર્તન લાવશે જ નહીં પરંતુ સાયબર સુરક્ષા, ગુના અને માનવ સંબંધોને પણ અસર કરી શકે છે. ગેટસ કહે છે કે, એઆઇ દ્વારા લાવવામાં આવતા ફેરફારો એટલા ઝડપી હોઇ શકે છે કે સરકારે અને સમાજો તેમને સંભાળવા માટે તૈયાર નહીં હોય. આવનારું એઆઇ સંક્રમણ માનવ ઇતિહાસમાં સૌથી વિક્ષેપજનક સમયગાળામાંનો એક હોઇ શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ પરિવર્તનને સંચાલિત કરવા માટે વિશ્વ પાસે સ્પષ્ટ યોજનાનો અભાવ છે. ગેટસે અગાઉ એઆઇના ફાયદાઓનાકે ઉલ્લેખ કર્યો હતો. તેમનું માનવું હતું કે કૃત્રિમ બુદ્ધિ આરોગ્ય સંભાળ, શિક્ષણ, સરકારી સેવાઓ અને વૈજ્ઞાનિક સંશોધનમાં નોંધપાત્ર ફાયદા લાવી શકે છે. જો કે, તેમના નવા લેખમાં તેમનો સ્વર પહેલાં કરતાં વધુ સાવચેત દેખાય છે. ગેટસ કહે છે કે એઆઇની સૌથી મોટી શક્તિ એ છે કે તે ફક્ત એક પ્રકારનું કાર્ય કરશે નહીં, અગાઉ, મશીનોએ ફેકટરીઓ અને મન્યુઅલ કાર્યોનું સ્થાન લીધું હતું. એઆઇ માનવીની વિચારવાની, સાંભળવાની, જોવાની, બોલવાની અને તર્ક કરવાની ક્ષમતાને પણ પડકાર આપી રહ્યું છે.

Panchang

dd