• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

રાપરમાં સામાન્ય બાબતે પાંચ શખ્સે બે જણા ઉપર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 12 : રાપરમાં સામાન્ય બાબતે ગેરકાયદેસર મંડળી રચી આવેલા પાંચ આરોપીઓએ યુવાન સહિત બે જણ ઉપર હુમલો કર્યો હતો. સુખડધાર વિસ્તારમાં ગત તા.11/8 ના બપોરે 3 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે કમલેશભાઈ વિશાભાઈ ભદ્રુઁ આરોપી અસગર ઉંમરભાઈ કુંભાર,અયુબ ઉંમર કુંભાર,ઈરફાન ઉંમરભાઈ કુંભાર,બસીર ઉંમર કુંભાર તથા એક અજાણ્યો શખ્સ સહિત પાંચ જણ વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ટેકટર સાથે જોડેલ મિક્ષર પલ્ટી મારવાના મુદે આ બબાલ થઈ હતી. ગેરકાયદેસર રીતે મંડળી રચી આવેલા આરોપીઓએ ફરીયાદીને જાત અપમાનિત કરી ધુકબુશટનો માર માર્યો હતો.તેમજ ફરીયાદીને બચાવ વચ્ચે પડેલા મહિલાને આરોપીઓઁ વત્રો ફાડી નાખ્યા હતા તહોમતદારોએ છરી બતાવીને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd