ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ
અંગેની બે કાર્યવાહી કરીને રૂા. 25,848નો દારૂ જપ્ત
કર્યો હતો, જેમાં એક શખ્સ પકડાયો હતો
પણ એક ગેરહાજર મળ્યો હતો. અંજારના વરસામેડી નાકા નજીક મોમાઈ નગરમાં સાંઈબાબા મંદિર
પાસે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. આરોપી મજીદ સુમાર હિંગોરજાને પોલીસ
આવતી હોવાની ગંદ આવી ગઈ હોય તેમ તે ઘરના દરવાજા ખુલ્લા મૂકી નાસી ગયો હતો. આ મકાનમાંથી
ઓરેન્જ હિલ વોડકા, આર.જે. ગ્રીન, અંકલ ટોમના
180 મિ.લી.ના 108 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 13,500નો દારૂ પોલીસે જપ્ત કર્યો
હતો. વધુ એક કાર્યવાહી સામખિયાળીમાં ગાયત્રી હોટેલથી આગળ કરવામાં આવી હતી. અહીંથી નવા
કટારિયાના સાજણ વિરમ રબારીની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 12,348ની 12 બોટલ જપ્ત કરાઈ હતી, પણ તે કયાંથી લઈ આવ્યો, કોઈને આપવાનો હતો તે કાંઈ જ બહાર આવ્યું નથી.