ભુજ, તા. 21 : એલસીબીએ પેટ્રોલિંગ દરમ્યાન
બાતમીના આધારે માંડવીમાંથી આધાર-પુરાવા વિનાની શંકાસ્પદ રિક્ષા સાથે શખ્સને ઝડપી પાડયો
હતો. સલાયાથી માંડવી તરફ રિક્ષા લઇને આવતા મામદ સાલેમામદ ભોલીમ (રહે. સલાયા)ને રિક્ષા
નં. જીજે-07-વીવી-1813 જે તપાસતાં ખોટી નંબરપ્લેટ
હતી. આમ રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરો સાથે છેડછાડ થયાનું સ્પષ્ટ જણાઇ આવતાં ચાલક મામદને
માલિકી બાબતે પૂછતાછ કરતાં તેની પાસે આધાર-પુરાવા ન હતા. આમ કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવી હોવાની એલસીબીએ વિગતો જાહેર કરી છે.