ગાંધીધામ, તા. 21 : ભચાઉના વોંધમાં એક કિશોરીનું
અપહરણ કરી જાતીય સતામણી કરતા શખ્સ સામે પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. વોંધમાં ગત તા.
19/6ના બપોરના અરસામાં આ બનાવ બન્યો
હતો. અહીં રહેનાર 16 વર્ષીય એક
કિશોરીનું આરોપી એવા સદામ રહેમતુલ્લાહ ખલીફાએ લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું
અને બાવળની ઝાડીમાં લઈ જઈ તેની જાતીય સતામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.