• શનિવાર, 16 મે, 2026

પિંગલેશ્વર દરિયાકિનારેથી ચરસનાં 10 પેકેટ ઝડપાયાં

નલિયા, તા. 15 : અબડાસાના પિંગલેશ્વર દરિયાકિનારેથી આજે સ્ટેટ આઇબી, એસઓજી, જખૌ પોલીસ અને એસઆરડી સહિતનાં સુરક્ષા દળોનાં સંયુક્ત પેટ્રાલિંગ દરમિયાન ચરસનાં 10 નશીલા પદાર્થ ભરેલાં પેકેટ મળી આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી અનુસાર, દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રાલિંગ ચાલી રહ્યું હતું, ત્યારે પિંગલેશ્વરના દરિયાકિનારેથી આ શંકાસ્પદ પેકેટો મળી આવ્યાં હતાં. તાત્કાલિક ધોરણે જખૌ પોલીસને જાણ કરવામાં આવતાં જખૌ પોલીસ ઇન્ચાર્જ પી.આઈ. રાજવીરાસિંહ ગોહિલ, સ્ટેટ આઇબીના બી.બી. સંઘાર અને એસ.ઓ.જી.ના જોરાવરાસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. મળી આવેલા ચરસનાં પેકેટોનો કબજો લઈ જખૌ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd