• શનિવાર, 16 મે, 2026

કેકેઆર વિરુદ્ધની મેચમાં જીટી પ્લેઓફની ટિકિટ બૂક કરવા મથશે

કોલકાતા, તા. 15 : શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઈન્ટસ ટીમ આમને-સામને હશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત ટાઈન્ટસે સમય પર રફતાર પકડી લીધી છે અને 12 મેચમાં 16 અંક સાથે પ્લેઓફની સમીપ છે. તેને બસ એક જીતની જરૂર છે. બીજી તરફ કેકેઆર છેક 8 નંબર પર છે. તેની પ્લેઓફ પ્રવેશની  ધૂંધળી આશા જીવંત છે. અજિંકયા રહાણેની ટીમના 11 મેચમાં 4 જીતથી 9 અંક છે. તેની પાસે ત્રણ મેચ બચી છે અને દરેક મેચ કરો યા મરો સમાન છે. આઇપીએલ-2026 સિઝન અધવચ્ચે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી એક સમયથી ટોચની ટીમો ગોથું ખાઇ ગઇ છે અને હવે પ્લેઓફ માટે સંઘર્ષ કરી રહી છે. આ સામે ટાઈન્ટસે સળંગ પાંચ વિજય સાથે દબદબો મેળવ્યો છે. હવે તેની નજર વિનિંગ સિક્સ સાથે પ્લેઓફ કવોલિફિકેશન પર છે. કેકેઆર સામેના વિજયથી તેના 18 અંક થઇ જશે અને તે પ્લેઓફ માટે કવોલિફાય થઇ જશે. ટેબલ પર ગિલની ટીમ આગળ ક્યૂની એટલે કે કવોલિફાયની નિશાની આવી જશે. જો કે, આ માટે કેકેઆરના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન પર ટાઈટન્સના મધ્યક્રમના બેટર્સે જવાબદારી લેવી પડશે. કેકેઆર તરફથી અંગકૃષ રઘુવંશી અને રિંકુસિંહને છોડીને બેટિંગમાં કોઇ પ્રભાવ છોડી શકયા નથી. ફિન એલને દિલ્હી સામે આતશી સદી ફટકારી   હતી. બાકીની મેચમાં તેનું બેટ શાંત રહ્યું છે.  

Panchang

dd