• શનિવાર, 16 મે, 2026

સાત્વિક-ચિરાગ થાઇલેન્ડ ઓપનની સેમિ ફાઇનલમાં

બેંકોક, તા.15 : ભારતીય જુગલ જોડી સાત્વિક-ચિરાગ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન-પ00 સુપર સિરીઝ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી છે જ્યારે પીવી સિંધુ અને લક્ષ્ય સેન કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર થયા છે. સાત્વિક-ચિરાગનો ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડી સામે 21-12 અને 21-13થી શાનદાર વિજય થયો હતો જ્યારે પીવી સિંધુનો ટોચની ક્રમાંકિત જાપાની ખેલાડી અકાને યામાગૂચી સામે ત્રણ ગેમની રસાકસી પછી 21-19, 18-21 અને 1પ-21થી પરાજય થયો હતો. મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનની થાઇ ખેલાડી કે. વિતિસાર્ન સામે 19-21 અને 16-21થી હાર થઇ હતી.  

Panchang

dd