• શનિવાર, 16 મે, 2026

માધાપરમાં પરિણીતાને લગ્નની લાલચઆપી દુષ્કર્મ આચરવાના મુદ્દે ત્રણ સામે ફરિયાદ

ભુજ, તા. 15 : તાલુકાના માધાપરમાં લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવાના મામલે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ત્રણ વર્ષ અગાઉ માધાપરમાં રહેતી પરિણીતાને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવનારા આરોપી સોહેબ ઉમર સમાએ લગ્નની લાલચ આપી પીડિતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ લગ્નની લાલચ આપી ભોગ બનનારી પરિણીતાને પોતાની કારમાં સાથે આવેલા આરોપી રસીદ સમા અને ઉમર સમા સાથે બિકાનેર લઈ જઈ ત્યાં મૂકી આવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd