ભુજ, તા. 15 : નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર
ટ્વિન્કલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિકના હોલસેલ વેપારીઓ પર દંડ તથા પ્લાસ્ટિક
જપ્ત કરવાની કાર્યવાહી અવિરત રખાઇ છે. ભુજ સુધરાઇના સેનિટેશન ઇન્સ્પેક્ટર હેમરાજ ગઢવી,
ધ્રુવ દરજી, તરુણ આહીર તથા ટીમ સભ્યો તૈયબભાઇ સુમરા, ક્રિશ સોની, હરપાલસિંહ સોઢા સાથે
રહી દંડ કરાયો હતો. ગઇકાલે અંદાજિત 103 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું, જ્યારે આજે 60 કિલો જપ્ત કરી 20,000 જેટલો દંડ કરાયો હતો. આ કામગીરી
સતત ચાલુ રહેશે તેવું યાદીમાં જણાવાયું હતું.