નવી દિલ્હી, તા. 15 : નીટ-યુજી 2026 પેપર લીક કેસમાં સીબીઆઈને
એક મોટી સફળતા મળી છે. તપાસ પેપર લીક મામલે કે મુખ્ય સુત્રધારની પીવી કુલકર્ણીની ધરપકડ કરી છે રૂપમાં થઈ છે. જે
કેમેસ્ટ્રી લેક્ચરર છે અને એનટીએ પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. સીબીઆઈ તપાસમાં
સનસનીખેજ ખુલાસો થયો છે કે મુખ્ય આરોપીની તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી. આરોપી
મનીષા વાઘમારેની પૂછપરછ બાદ સીબીઆઈ કુલકર્ણી સુધી પહોંચી હતી. લાંબી પૂછપરછ બાદ તેની
ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સી અનુસાર એપ્રિલ 2026ના અંતિમ અઠવાડીયામાં કુલકર્ણીએ મનીષા વાઘમારેની મદદથી છાત્રો એકત્રિત કર્યા હતા
અને પુણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. મનીષાની સીબીઆઈ દ્વારા
14 મેના ધરપકડ કરવામાં આવી હતી.
આ ક્લાસમાં સવાલ અને તેના ઓપ્શન અને સાચા જવાબ છાત્રોને આપ્યા હતા. છાત્રો સવાલના જવાબ
કોપીમાં લખતા હતા. બાદમાં સામે આવ્યું હતું કે ત્રીજી મેના રોજ થયેલી પરીક્ષાના પેપર
સાથે ક્લાસના સવાલ જવાબ પુરી રીતે મેળ ખાઈ રહ્યા હતા. આ પહેલા પેપર લીક મામલે જયપુર,
ગુરૂગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. - આગામી વર્ષથી
નીટ-યુજી ઓનલાઇન : નવી દિલ્હી, તા. 15 : નીટ-યુજી પરીક્ષા રદ થવાથી આખા દેશના મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓમાં
ભારે નારાજગી વચ્ચે આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા આગામી સત્રથી ઓનલાઇન લેવાશે, તેવું એલાન
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કર્યું હતું. પ્રધાને માન્યું
હતું કે, ત્રીજી મેના લેવાયેલી નીટ-યુજી પરીક્ષાના પેપર લીક થયા હતા. અમે નહોતા ઇચ્છતા
કે, કોઇ ખોટા ઉમેદવારની પસંદગી થઇ જાય. આ જ કારણે મોટી જવાબદારી સમજીને અમે પરીક્ષા
રદ કરવાનો ફેંસલો લીધો છે. હવે આ પરીક્ષા 21 જૂનના રવિવારે લેવાશે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રિએક્ઝામમાં
છાત્રોને 15 મિનિટનો વધારાનો સમય મળશે.
છાત્રો પોતાની પસંદગીનું કેન્દ્ર પસંદ કરી શકશે. રાધાકૃષ્ણ સમિતિની ભલામણોનું પાલન
કરવા છતાં આ ઉલ્લંઘન કેમ થયું, તેવો સવાલ ઉઠાવતાં પ્રધાને કહ્યું હતું કે, આ વખતે કોઇ
જ અનિયમિતતા ન થાય, તેવું સરકારી મશીનરી સુનિશ્ચિત કરશે.મંત્રીના રૂપમાં, વાલીના રૂપમાં,
અધિકારીના રૂપમાં પરીક્ષા રદ કરવાનો કઠિન નિર્ણય લેવો પડયો, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સુધારા માટે ઘણા સૂચન મળ્યાં છે, જેના પર કામ
થઇ રહ્યું છે. સી.બી.આઇ.એ આ મામલામાં સાત શખ્સની ધરપકડ કરી છે.