• શનિવાર, 16 મે, 2026

બદલાતી લગ્ન પરંપરા સાથે વરઘોડામાં લક્ઝરી કારનો ક્રેઝ

કોટડા (ચ.), તા. 15 : વૈશાખ માસ દરમ્યાન દરેક સંપ્રદાયનાં લગ્નોની ધામધૂમ જોવા મળતી હોય છે. ઘોડા પર સવાર વરરાજાનું લગ્નોત્સવ પ્રસંગે ખાસ આકર્ષણ રહે છે, પરંતુ બદલાતા સમય સાથે વરઘોડાનું સ્થાન શણગારેલી કારે લીધું છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ વરઘોડા અને સંગીત, નૃત્ય સાથે સગા સંબંધીઓની ભીડ લગ્ન અવસરે અનોખો માહોલ સર્જે છે. વિક્ટોરિયા (ઘોડાગાડી)માં વરરાજાને બેસાડી વરઘોડો લગ્ન મંડપે પહોંચે છે, પરંતુ હાલ આ ઉજવણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના યુવા વર્ગમાં નવી ફોર-વ્હીલર કારનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. શણગારેલી કારોમાં વરરાજાની એન્ટ્રી હવે નવો ટ્રેન્ડ બની ગઇ છે. નવા મોડલની લક્ઝરી કાર પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવી રહી છે, ત્યારે  પરંપરાગત ઘોડાગાડી અથવા વિક્ટોરિયા ટૂંક સમયમાં માત્ર ભૂતકાળ બની રહે તેવા લોક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બદલાતા સમય સાથે લગ્ન ઉજવણીની રીતમાં પરિવર્તન આવ્યું છે. આધુનિકતા અને સુવિધાઓને પ્રાથમિકતા મળી રહી છે, તો બીજી તરફ પરંપરાગત રિવાજો ભૂલાઇ રહ્યા છે. 

Panchang

dd